ટંકારા : ગાયને મોતનાં મુખમાંથી બચાવતા ગૌપ્રેમીઓ

- text


ટંકારા : લો.વાસમાં ગાયનુ માથુ લોઢીયામાં ફસાઈ જતા લો.વાસના ગૌ ચાહક યુવાનોએ ભારે જહેમત બાદ ગાયને મોતનાં મુખમાંથી આબાદ બચાવી લીધી હતી. ટંકારાના ખેડુત વિસ્તાર ઉગમણાનાકા પાસે લો.વાસમાં ગત રાત્રીના સમયે ગાય માતા પોતાના પેટની જઠરાગ્નિ ઠારવા ફાંફા મારતી હતી ત્યારે ટ્રેક્ટરના ખેડવાના ઓઝાર સાતીમા માથુ ફસાઈ જતા થોડી વાર માટે ગાયના ભાંભેરડા સંભળાતા ગૌપ્રેમી ભવાનભાઈ ચક્કિવાળા, લાલજી પટેલ, મનહર પાચોટીયા, ગપીભાઈ ભાલોડીયા, સંજય ખોખાણી તાત્કાલિક ભેગા થઈ પોતાની કોઠાસૂઝથી ગાયને આબાદ બચાવી લીધી હતી.

 

- text