મોરબી : યોગ દિન નિમિત્તે ૧.૨૦ લાખ લોકો યોગ કરશે

- text


યોગ દિવસ ઉજવણી માટે તાડમાડ તૈયારીઓ શરુ : ૨૩ કેન્દ્રોમાં સઘન તાલીમ

મોરબી : જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી માટે તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લાનાં અનેક સ્થળોએ આશરે ૧.૨૦ લાખ લોકો યોગ કરશે. હાલ યોગ વિશે ૨૩ કેન્દ્રોમાં સઘન તાલીમ આપવામાં આવી રહી હોય મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે.
મોરબી જિલ્લા કલેક્ટર તંત્ર અને રમતગમત વિભાગ ૨૧ જૂન યોગ દિનની ઉજવણીમાં ઉંધેકાંધે કામે વળગ્યું છે. યોગ દિનની સફળ ઉજવણી કરવા માટે શક્ય તમામ પ્રયત્ન થઈ રહ્યા છે. યોગ દિનની ઉજવણીની તૈયારી અને આયોજન અંગે કલેકટર દ્વારા બેઠકમાં ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં યોગની ઉજવણી અંગે રમતગમત અધિકારી સત્યજીત વ્યાસે મોરબી અપડેટને જ્ણાવ્યું હતું કે, ૨૧ જૂન યોગ દિને જિલ્લાનાં તાલુકા સ્થળોમાં માળીયા(મી.)તાલુકાનાં સી.એચ.સી. કેન્દ્ર માધ્યમિક શાળા, વાંકાનેર તાલુકામાં માર્કેટ ચોક, લણસર હાઈસ્કૂલ, હળવદ તાલુકામાં દેવીપુર પ્રા.શાળા, રણજીતગઢ પ્રા.શાળા, ટંકારા તાલુકામાં ઓરપેટ કન્યા વિદ્યાલય, નસીતપર પ્રા.શાળા, મોરબી તાલુકામાં ખરેડા માધ્યમિક શાળા, નગરપાલિકામાં વાંકાનેર નગરપાલિકા દ્વારા અમરસિંહજી હાઈસ્કૂલ, હળવદ પાલિકા દ્વારા સરસ્વતિ શિશુ મંદિર, ઉમા સંકૂલ અને તક્ષશિલા વિધાલય, મોરબી પોલીસ પરેડ ગ્રાઉંન્ડ, એલઇ ગ્રાઉન્ડ, ઓમ પાર્ટી પ્લોટ, સ.વ.પ.કન્યા વિધાલ, કૉમ્યુનિટી હૉલ વગેરે સ્થળોએ યોગનાં કાર્યક્રમ યોજાશે. તેમજ વીસી હાઈસ્કૂલ, સ.પ.વ.કન્યા વિધાલય, એમ.યુ.શેઠ હાઈસ્કૂ, નવયુગ વિદ્યાલયમાં યોગની તાલીમ આપવામાં આવી રહી છે. વિશ્વ યોગ દિન નિમિતે મોરબીમાં આશરે ૧.૨૦ લાખ યોગ કરશે. તેમ સત્યજીત વ્યાસે જ્ણાવ્યું છે.

- text