માળિયા મી. : મોટીબરારમાં ઇ.બી.બી. મોડેલ સ્કૂલનું લોકાર્પણ : પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

માળિયા મીં.ના મોટીબરાર ગામમાં ભવ્ય અને અતિ આધુનિક ઇ.બી.બી. મોડેલ સ્કૂલનું નિર્માણ થયું છે જેનું શાળા પ્રવેશોત્સવની સાથે મોરબી-માળિયાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ ગોપાલભાઈ સરડવા, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ વામજા, માળિયા તાલુકાના મામલતદાર રબારી સાહેબ, માળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયા, માળિયા તાલુકા પ્રા. શિક્ષકસંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, લાઈઝન ઓફિસર પાનસરા સાહેબ, ગામના અગ્રણી બાબુભાઇ, સરપંચ કાનભાઈ અને અન્ય આજુબાજુના ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોડેલ સ્કૂલના આચાર્ય મહેશભાઈ તથા અન્ય શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામલોકોએ ખાસ જહેમત ઉઠાવી હતી.⁠⁠⁠⁠