જુગારધામ પ્રકરણમાં મોરબી તાલુકા પીએસઆઇ ગઢવી સસ્પેન્ડ

- text


ઘુંટુના જુગારધામ ઉપર સ્ટેટ વિજીલન્સના દરોડા પ્રકરણમાં 3 પોલીસમેન બાદ પીએસઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં સન્નાટો

મોરબી નજીક ના ઘુંટુ ખાતે ચાલતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ ટીમના દરોડા પ્રકરણમાં અગાઉ ત્રણ પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યા બાદ ગઈકાલે જિલ્લા પોલીસવડાએ તાલુકા પીએસઆઇ ગઢવીને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં સન્નાટો પડી ગયો છે.
રજા પરથી પરત આવતાની સાથે જ મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરે કડક પગલું ભરી ઘુંટુ જુગારધામ પ્રકરણ માં બેદરકારી બદલ તાલુકા પોલીસ મથક ના પીએસઆઇ જી.આર.ગઢવીને સસ્પેન્ડ કરી તાલુકા પોલીસ મથકનો ચાર્જ એસઓજી ના આર.ટી.વ્યાસને સોંપ્યો છે
ઉલ્લેખનીય છે કે સ્ટેટ વીજીલન્સ ટીમ ના દરોડાની કાર્યવાહી બાદ 3 પોલીસકર્મી ઓ ને તાકીદે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને હવે પીએસઆઇ વિરુદ્ધ કાર્યવાહી કરતા પોલીસબેડા માં ચકચાર જાગી છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હવે જિલ્લા પોલીસવડા દ્વારા વિદેશી દારૂ પકડાવા પ્રકરણમાં કડક પગલાં ભરવામાં આવશે

- text

- text