મોરબી : ૩૧.૨૧ લાખનાં ખર્ચે રીનોવેશન કરાયેલા ૧૩ શૌચાલયમાંથી ચાર જ ચાલુ

- text


સંપૂર્ણ તૈયાર શૌચાલયો ખુલ્લા મુકવામાં તંત્ર ઉદાસ

મોરબી : શહેરમાં જાહેર યુરીનલો અને શૌચાલયો ગંદકીથી ખદબદી રહ્યા છે તે સમયે પાલિકા તંત્ર દ્વારા અગાઉ શહેરનાં વિવિધ વિસ્તારોનાં ૧૩ શૌચાલયોનું લાખોનાં ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું જે શૌચાલયો સંપૂર્ણ તૈયાર થઈ ગયા હોવા છતા મોટાભાગનાં શૌચાલયો ખુલ્લા ન મૂકાતા માત્ર ૪ શૌચાલયો જ ચાલુ છે. આ ઉપરાંત સંપૂર્ણ તૈયાર થઈ ગયેલા શૌચાલયોને ખુલ્લા મૂકવામાં પણ તંત્ર દ્વારા ગોકળગાયની ગતિ જોવા મળે છે.

મોરબીમાં છેલ્લા કેટલાંક સમયથી જાહેર શૌચાલયોમાં સફાઈ અને યોગ્ય જાણવાનીને કારણે પરિસ્થિતિ વિકટ બની હતી ત્યારે પાલિકા તંત્ર દ્વારા ૩૧.૨૧ લાખનાં ખર્ચે કાલીકા પ્લોટ, ખત્રીવાડ મચ્છુ બારી ઢાળ પાસે, લાતી પ્લોટ મેંઈન રોડ, સામા કાંઠે સર્કીટ હાઉસ પાસે, હરિજનવાસ મેંઈન રોડ, ભુત તાંબુલ પાન પરા બજાર મેંઈન રોડ, ગેંડા સર્કલ પાસે અને લાલબાગ સહીત ૧૩ સ્થળોએ વર્ષો જૂના પાલિકા હસ્તકનાં શૌચાલયોનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં ભુત તાંબુલ પાન, ગેંડા સરકાર, લાતી પ્લોટ અને લખધીરવાસ દરવાજા પાસે એમ ૪ માત્ર શૌચાલયો જ ચાલુ છે.

- text

લોકો દ્વારા ઉઠતી ફરિયાદ મુજબ સરકારી શૌચાલયોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. તેથી મોટાભાગનાં શૌચાલયો બંધ હાલતમાં જ હોય છે. બંધ શૌચાલયોને કારણે લોકોને ભારે અગવડ વેઠવી પડે છે. જો કે હમણાં જ લાખોનાં ખર્ચે રીનોવેશન કરાયેલા શૌચાલયો ખુલ્લા નહીં મુકાય તો બંધ શૌચાલયો જર્જરિત થઈ જશે અને અંતે પ્રજાને જ અગવડતા સહન કરવાનો સમય પાકશે. લોકહિત માટે વહેલામાં વહેલી તકે નવા શૌચાલયો ખુલ્લા મુકાય અને ચાલુ શૌચાલયોમાં સ્વચ્છતા જળવાઈ તેવી માંગણી લોકો દ્વારા પાલિકા તંત્ર સમક્ષ કરવામાં આવી રહી છે.⁠⁠⁠⁠

- text