માસ કોપી થયાની આશંકાએ માળીયા (મિ.)નું SSCનું પરિણામ અટકાવતું બોર્ડ

- text


321 વિદ્યાર્થીનું અટકવાયું પરિણામ : 84.58 ટકા પરિણામ આવતા બોર્ડ ને શંકા ગઈ હતી : CCTV ફૂટેજ જોયા બાદ લેવાશે નિર્ણય

મોરબી : માસ કોપી થયાની આશંકાએ માળીયા (મિ.)નું એસએસસીનું પરિણામ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા અટકાવા આવ્યું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી દવેએ જણાવ્યું છે. માળીયા મિયાણાનું 84.58 ટકા પરિણામ આવતા બોર્ડ ને શંકા ગઈ હતી. જેથી હાલ માળીયા મિયાણા કેન્દ્રના 321 વિદ્યાર્થીનું પરિણામ અટકવાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી દવેએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે કમિટી બનાવી પરીક્ષા સ્થળના CCTV ફૂટેજ જોયા બાદ પરિણામ અંગે નિર્ણય લેવાશે.

- text

- text