વાંકાનેર : સાળાએ બનેવીને ઢોર માર માર્યો

- text


રીસામણે રહેલી બેન બાબતે બનેવીને સમજાવ્યા આવ્યા બાદ મામલો બીચકયો

વાંકાનેર : રીસામણે ગયેલ પત્ની બાબતે મનાવવા આવેલા સાળા અને તેના તેના મિત્ર એ બનેવીને સમજાવ્યા બાદ મામલો થાળે ન પડતા અંતે સાળા અને તેના મીત્રે બનેવી ને પાઈપ ધોકા અને છુટ્ટા હાથે ધર માર માર્યા નો બનાવ શહેર થાણા માં નોંધાયો છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના કુભારપરા વિસ્તારમાં રહેતા પીયુષભાઈ રતિલાલ પંડ્યાના પત્ની છેલ્લા થોડા સમય થી બંને વચ્ચેના કોઈ ઝગડા બાબતે અલગ પડ્યા હોય પત્ની રીસામણે તેમન પિયર ચાલ્યા ગયા હતા. પીયુષભાઈ ના પત્ની રીસામણે પિયર હોય તેણીના ભાઈ મનીષભાઈ ભરતભાઈ પંડ્યા( રહે ઉના-ગીર ગઢડા) તેમજ તેના સાળા કે જેઓ રાજકોટ રહે છે તે બંને ત્રણેક દિવસ અગાઉ પીયુષભાઈ ને માનવવા બાબતે તેઓ પાસે આવ્યા હતા. પ્રથમ બંને પક્ષે આક્ષેપ-પ્રતિ આક્ષેપ થયા બાદ બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બોલાચાલી બબાલમાં પરિણમતા મનીષભાઈ એ ત્યાં પડેલ લોખંડના પાઈપ વડે બનવી પીયુષ પર રીતસરના તૂટી પડ્યો હતો અને પગે તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોચાડી હતી સાથો સાથ મનીષભાઈ ના સાથે આવેલ તેના સાળા એ પણ છુટ્ટા હાથની મારામારી કરી પીયુષભાઈ ને ઘાયલ કરી ત્યાંથી નાશી છુટ્યા હતા. આ તરફ ઘાયલ થયેલ પીયુષભાઈ ને પરિવારજનો દ્વારા સારવાર અર્થે ખેસેડ્યા બાદ તેઓની ફરીયાદ ના આધારે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text