વાંકાનેર : બિનવારસી મૃતકો ને અવ્વલ મંઝીલે પહોચાડતા યુવકો નું એકતા ગ્રુપ

- text


હિન્દુ-મુસ્લિમ યુવકો બિનવારસી લાશોને તેના રીતરીવાજ મુજબ નિશુલ્ક-નિશ્વાર્થ વિધિ કરે છે

વાંકાનેર : આપણા સભ્ય સમાજમાં પરીવાર કે સમાજના કોઈ પણ જાણીતા વ્યક્તિના મૃત્યુબાદ પરિવારજનો કે આપ્તજનો તેની અંતિમ વિધિ કરતા હોય તે આપણો સામાજિક ઢાંચો છે-પરંપરા છે. પરંતુ જેની સાથે આપનો લોહીનો કે આંખની ઓળખાણ નો પણ સંબંધ ન હોય અને તેવી વ્યક્તિ ની અંતિમ ક્રિયા કરવાની આવે ત્યારે માનવ મન જરાક ખચકાય છે,અચકાય છે. પરંતુ વાંકાનેર શેહર કે પંથકમાં કોઈ આવા અજાણ્યા કે બિનવારસી મૃતદેહ મળી આવે ત્યારે શહેરમાં વસતા હિન્દુ-મુસ્લિમ સમાજના યુવકો તેની વહોરે આવી તેના જ્ઞાતિ મુજબ ની જ અંતિમ વિધિ કરી આપે છે અને તે યુવા ટીમ ના સંગઠનનું નામ છે એકતા ગ્રુપ.

- text

વાંકાનેરના નિવૃત શિક્ષક અને સામજિક સેવા કાર્યમાં અગ્રેસ રહેનાર દલપતગીરી ગોસ્વામી ( જેને લોકો એન.ડી.એસ.સાહેબ થી ઓળખે છે) તેની રાહબર હેઠળ હિન્દુ અને મુસ્લિમ સમાજના હિમાંશુ કોટેચા,મનસુરભાઈ અણદાણી, રફીક ચૌહાણ,ચેતનગીરી ગોસ્વામી,સરફરાઝ મકવાણા,રહીશ મનસુરી સહિતની યુવા ટીમ બનાવી શહેર કે પંથકમાં કોઈ પણ જગ્યા એ થી બિનવારસી હાલતમાં મળી આવેલ મૃતદેહને તેની અવ્વલ મંઝીલે લઇ જાય છે. પછી તે મૃતદેહ હિન્દુનો હોય કે મુસ્લિમનો તેનાથી તેઓમાં કોઈ જ ભેદભાવ રાખતો નથી. જે કોઈપણ સમાજ નો હોય તેની ધાર્મિક વિધિ અનુસાર જ તેની અંતિમ ક્રિયા આ યુવા સંગઠન-એકતા ગ્રુપ સ્વ ખર્ચે અને નિશ્વાર્થ ભાવે કરી આપે છે.  તાજેતર માંજ પંથકના સરતાનપર ગામ પાસેથી કોઈ અજાણ્યા યુવક ની લાશ મળી આવેલ અને તાલુકા પોલીસના મહેન્દ્રસિંહ તેમજ અશ્વિનભાઈ દ્વારા જરૂરી કામગીરી અને ઓળખ માટેની કવાયત હાથ ધરેલ પરંતુ તેમાંથી કોઈ વાલી વારસ કે ભાળ ન મળતા અંતે આ એકતા ગ્રુપના સહયોગ લઈને જ તે યુવક ની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

- text