મોરબીમાં ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં 295 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


ધો.10માં 702 અને ધો.12માં 632 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

મોરબી : મોરબી જિલ્લામાં આજથી ધો. 10, 12 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસ ધો.10, 12 ની બોર્ડની પરીક્ષામાં 295 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધો.10માં 702 અને ધો.12માં 632 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

મોરબી જિલ્લાના 7 પરીક્ષા કેન્દ્રોની 28 બિલ્ડીંગમાં આજે ધો.10, 12 બોર્ડના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં ઘો.10 માટે કુલ 4359 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 217 અને સામાન્ય પ્રવાહમાં 1527 મળી કુલ 6103 રિપીટર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાં આજે પ્રથમ દિવસે ધો.10ની અને ધો.12 ની બે સેશનમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધો.10ના પ્રથમ પેપરમાં 702 વિદ્યાર્થીઓ હાજર અને 175 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધો.12 ની પરીક્ષામાં 632 વિદ્યાર્થીઓ હાજર અને 120 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ બોર્ડની પરીક્ષા દરમિયાન કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું અને બોડની પરીક્ષા એક્દમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. તેમ ઝોનલ અધિકારી બી.એન.વિડજાએ જણાવ્યું હતું.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text