વાંકાનેરથી રાજાવડલા સુધીના બિસ્માર રોડનું નવીનીકરણ કરવા શિવસેનાની કલેકટરને રજુઆત

- text


વાંકાનેર : વાંકાનેરથી રાજાવડલા સુધીના બિસ્માર રોડનું નવીનીકરણ કરવા શિવસેના વાંકાનેર દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

વકાનેરથી રાજાવડલા ગામમાં જવા માટેનો મુખ્ય રોડ હોવાથી હજારો રાહદારીઓ આ રોડ પરથી પસાર થતા હોય છે. ઉપરાંત રાજવડલા નજીક હજારો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર મેલડી માતાજીનું મંદિર આવેલ હોય ત્યાં મોટી સંખ્યામાં ભાવિકો પગપાળા તેમજ વાહન મારફતે દર્શને તેમજ માનતા પુરી અર્થે આવતા હોય પરંતુ ત્યાં પહોંચવા માટે ભાવિકોને બિસ્માર રોડના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુમાં આ રોડ ઉપર સ્કૂલ પણ આવેલ હોય બિસ્માર રોડના કારણે રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ જોખમી સવારી કરી રહ્યા છે ત્યારે હાલ ચોમાસામાં બિસ્માર રોડ પર પડેલ મસમોટા ગાબડાના કારણે પાણી ભરાઈ જતા અકસ્માતનો ભય પણ રહેલ છે. ત્યારે ઘણા વર્ષોથી બિસ્માર રોડનું નવીનીકરણ ન થતા સત્વરે આ રોડનું નવીનીકરણ કરવામા આવે તેવી રજુઆત શિવસેના વાંકાનેર દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text