ભુવાને મારતા અટકાવ્યા તો વાહનોમાં તોડફોડ કરી

- text


હળવદના કેદારિયા પાસે મંદિરને બગાડી નાખનાર અજાણ્યા શખ્સોનો તરખાટ : પોલીસ ફરિયાદ નોંધવા અરજી

હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસે આવેલ લાખા બાપાના મંદિરે ગઈકાલે સાંજે ગંદકી કરતા ચાર શખ્સોને મંદિરના ભુવાએ અટકાવતા વિફરેલા ચારેય શખ્સોએ ભુવા સાથે તકરાર કરી હતી. જો કે આ સમયે મયુરનગરથી માનતા પુરી કરવા આવેલ યુવાને અને તેના બે સાળાએ ભુવા સાથે તકરાર કરી રહેલ શખ્સોને ટપારતા વાહનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ ચારેય શખ્સો બાઈક પણ લઇ ગયા હતા. જો કે બાઇક સવારે મંદિરેથી જ મળી આવ્યું છે. આ બનાવ અંગે મયૂરનગરના યુવાને અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા અરજી કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા મનસુખભાઈ અને તેમના બે સાળા સહિત પરિવારજનો બાઈક અને સીએનજી રીક્ષા લઈને કચ્છ હાઇવે પર આવેલ કેદારીયા ગામ નજીક લાખાબાપાના મંદિરે માનતા પુરી કરવા ગયા હતા. તે અરસામાં કોઈ ચાર અજાણ્યા શખ્સો મંદિરે આવી ગંદકી કરતા હોય. જેથી મંદિરના ભુવાએ તે યુવાનોને ટપારતા આ શખ્સોએ ભુવા સાથે માથાકૂટ કરી હતી

તે અરસામાં મનસુખભાઈએ ભુવા સાથે બોલાચાલી કરી રહેલ શખ્સોને અટકાવતા આ ચારેય શખ્સો મનસુખભાઈ અને તેમના સાળા સાથે બોલાચાલી કરી હાથમાં હથિયાર લઇ મારવા દોડ્યા હતા. જેથી, મનસુખભાઈ અને તેમના સાળા ત્યાંથી ભાગી ગયેલ. જો કે આ ચારેય શખ્સોએ સીએનજી રીક્ષામાં તોડફોડ કરી મનસુખભાઈનું બાઈક લઈ ગયા હતા.

પરંતુ આ બાઈક વહેલી સવારે મંદિર પાસેથી જ મળી આવ્યું છે. હાલ મનસુખભાઈએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી છે. જેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text