24 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 24 એપ્રિલ, 2024 છે. આજે મોરબી અપડેટ સાત વર્ષ પૂર્ણ કરીને આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ એકમ, વાર બુધ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.


મહત્વપૂર્ણ ઘટનાઓ

1877 – રશિયાએ ઓટ્ટોમન સામ્રાજ્ય સામે યુદ્ધની ઘોષણા કરી.

1982 – 15 વર્ષના ઇઝરાયલના શાસન બાદ સિનાઈ ટાયુનો કબજો ઇજિપ્તને પરત મળ્યો.

1998 – ક્લોન ઘેટાં ડોલી દ્વારા તંદુરસ્ત ઘેટાં બોનીનો જન્મ.

2002 – આર્જેન્ટિનામાં બેંક અનિશ્ચિત સમય માટે બંધ.

2003 – તામિલ બળવાખોરોએ માનવતાવાદી મુદ્દાઓ પર 17મા રાઉન્ડ (થાઇલેન્ડ) વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો.

2006 – નેપાળમાં સંસદ પુનઃસ્થાપિત.

2007 – હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો.

2008- નેપાળમાં નવી સરકાર રચવા જઈ રહેલા માઓવાદી નેતા પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડે ભારત અને નેપાળ વચ્ચેની 1950ની સંધિને સમાપ્ત કરવાની જાહેરાત કરી.

2010 – ભારતમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ ઉજવવાની શરૂઆત થઇ.


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1845 – કાર્લ ફ્રેડરિક જ્યોર્જ સ્પિટલર, સ્વીસ કવિ, નોબલ પુરસ્કાર વિજેતા. (અ. ૧૯૨૪)

1888 – વિષ્ણુ રામ મેધી – ભારતીય રાજકારણી, સ્વાતંત્ર્ય સેનાની અને આસામના બીજા મુખ્યમંત્રી હતા.

1892 – ચાંપશી ઉદેશી (‘ચંદ્રાપીડ’), ગુજરાતી સાહિત્યકાર. (અ.૧૯૭૪)

1908 – વાયોલેટ આલ્વા, ભારતીય વકીલ, પત્રકાર અને રાજકારણી તથા રાજ્ય સભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ (અ. ૧૯૬૯)

1909 – ટીકા રામ પાલીવાલ – રાજસ્થાનના ચોથા મુખ્યમંત્રી.

1928 –  રાજકુમાર – દક્ષિણ ભારતના પ્રખ્યાત કન્નડ અભિનેતા.

1929 – શમ્મી – ભારતીય ફિલ્મોની અભિનેત્રી.

1929 – ડો.રાજકુમાર, કન્નડ અભિનેતા.

1934 – દંડપાણિ જયકાન્તન, ભારતીય લેખક, પત્રકાર, ફિલ્મ નિર્માતા, વિવેચક અને કાર્યકર્તા. (અ. ૨૦૧૫)

1938 – મેક મોહન – હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા.

- text

1940 – અઝીઝ કુરેશી – મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.

1945 – લેરી ટેસ્લર – અમેરિકાના કમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા.

1956 – તેજનબાઈ – છત્તીસગઢ રાજ્યની પ્રથમ મહિલા કલાકાર અને ‘પાંડવાણી’ની ‘કાપાલિક શૈલી’ના ગાયિકા.

1956 – શરદ અરવિંદ બોબડે – ભારતના ભૂતપૂર્વ 47મા મુખ્ય ન્યાયાધીશ.

1971 – કુમાર ધર્મસેના, શ્રીલંકન ભૂતપૂર્વ ક્રિકેટર અને અમ્પાયર.

1973 – પ્રમોદ સાવંત – ભારતીય રાજકારણી અને ગોવાના મુખ્યમંત્રી.

1973 – સચિન તેંડુલકર – ભારતીય ક્રિકેટ ખેલાડી.

1987 – વરુણ ધવન – હિન્દી ફિલ્મોના અભિનેતા.


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

2009 – મહાત્મા રામચંદ્ર વીર – એક સફળ લેખક, કવિ અને પ્રખર વક્તા હતા.

2011 – સત્ય સાંઈ બાબા – આધ્યાત્મિક ગુરુ હતા.

2022 – કે.કે. શંકરનારાયણન – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.

1934 – સી. શંકરન નાયર – ભારતીય ન્યાયાધીશ અને રાજકારણી હતા.

1942 – દીનાનાથ મંગેશકર – મરાઠી થિયેટરના પ્રખ્યાત અભિનેતા, ગાયક, શાસ્ત્રીય સંગીતકાર અને નાટ્ય સંગીતકાર હતા.

1944 – શિવપ્રસાદ ગુપ્તા – હિન્દી અખબાર ‘દૈનિક આજ’ના સ્થાપક અને પ્રખ્યાત ક્રાંતિકારી.ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના સ્થાપક (જ. ૧૮૮૩)

1960 – અન્ના સાહેબ ભોપાટકર – પ્રખ્યાત લેખક અને જાહેર કાર્યકર્તા હતા.

1972 – જેમિની રોય – ભારતના પ્રખ્યાત ચિત્રકાર.(જ. ૧૮૮૭)

1974 – રામધારી સિંહ ‘દિનકર’ – હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ, નિબંધકાર અને લેખક. (જ. ૧૯૦૮)

1999 – નાનાભાઈ ભટ્ટ, ગુજરાતી અને હિંદી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા (જ. ૧૯૧૫)


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)


- text