મોરબીના પીપળી નજીક વીજ સબસ્ટેશનના ક્વાટર્સમાંથી બે બાઈક ચોરાયા

- text


મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ જેટકો સબસ્ટેશનમાં મોકરી કરતા બે વીજ કર્મચારીઓના કિંમતી બાઈક કોઈ અજાણ્યા તસ્કર ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ જેટકોના સબ સ્ટેશનમાં નોકરી કરતા અને સબ સ્ટેશનમાં જ આવેલા સ્ટાફ ક્વાટર્સમાં રહેતા નિલેષકુમાર કનુભાઇ ડામોરનું રૂપિયા એક લાખની કિંમતનું યામાહા બાઈક તેમજ સાહેદ જીજ્ઞેશભાઇ ખરાડીનુ રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text