મોરબીજનોએ ચૂંટણીમાં નેતાઓ પ્રત્યેની તેમની અપેક્ષા જણાવતા કહ્યું કે…

- text


Morbi: મોરબી અપડેટે તેના ફેસબૂકનાં માધ્યમથી લોકોને આ લોકસભાની ચૂંટણીમાં કેવી અપેક્ષાઓ છે તે વિશે મત જાણ્યા હતા. આ સવાલનાં જવાબમાં મોરબીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોરબીને સ્પર્શત મુદ્દાઓ વિશે તેમનો મત જણાવ્યો હતો. મોરબી અપડેટ આ અભિપ્રાયોને સંબધતિ ઉમેદવારોને સુંધી પહોંચાડવા અહીં કટિબદ્ધ છે અને મોરબીજનોએ જણાવેલા અભિપ્રાયને અહીં રજૂ કરે છે.

દિપક જોશીએ તેમનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે, મોરબી શહેરમાં સ્વચ્છતા, સારા રસ્તા, ઝુલતા પુલનો વિકાસ, મચ્છુ નદી, સિટી બસ, ફાર્મા કંપની માટે જીઆઇડીસી અને મુંબઇ સાથે ટ્રેનની કનેક્ટિવિટી જરૂરી છે,”

મોરબી અપડેટનાં અન્ય વાચક મનીષ કસોરાએ જણાવ્યું કે, મુખ્ય બજાર અને મુખ્ય ચોકમાં વોશરૂમની સારી સુવિધા હોવી જોઇએ.
પ્રવિણભાઇ પટેલ જણાવે છે કે, મોરબીને લાંબા રૂટની ટ્રેન સુવિધા જોઇએ છે. ટ્રેનની સુવિધા મોરબીને મળતી નથી. તો તે મળવી જોઇએ,”

- text

હરસુખભાઇ કસોરા જણાવે છે કે, શહેરમાં સારા બાગ બગીચા નથી તે થવા જોઇએ,

નરેન્દ્રભાઇ વિડજાએ તેમનો મત જણાવતા કહે છે કે, મોરબી શહેરને રિવરફ્રન્ટ મળવી જોઇએ.

- text