પોલીસને કેમ બાતમી આપે છે કહી રઘાએ નિપુલભાઈને ધોકાવી નાખ્યા

- text


મોરબીના રવાપર રોડ ઉપર બનેલી ઘટના

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ચાની લારીએ બેઠેલા આધેડને પોલીસને કેમ મારી માહિતી આપે છે કહી રઘા નામના શખ્સ તેમજ તેની સાથે આવેલા અન્ય એક શખ્સે બેફામ માર મારતા બન્ને વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ઓમકાર હાઇટ્સમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા નિપુલભાઈ પ્રવીણભાઈ ઓઝા ઉ.52 નામના આધેડ ગઈકાલે ફ્લોરા 11 સામે ચાની હોટલ ચા પીતા હતા ત્યારે કારમાં ધસી આવેલ રઘો મેરજા નામના શખ્સે નિપુલભાઈને કહ્યું હતું કે તું કેમ પોલીસને મારી માહિતી આપે છે ? જેથી નિપુલભાઈએ કહ્યું હતું કે તમે કઈ બાબતની વાત કરો છો.. તેમ કહેતા જ રઘાએ નિપુલભાઈને ગાળો આપી બેફામ માર મારવા લાગ્યો હતો અને બાદમાં રઘા સાથે આવેલ નવીન નામના શખ્સે પણ નિપુલભાઈને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા ઇજાગ્રસ્ત નિપુલભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નિપુલભાઈ ઓઝાની ફરિયાદને આધારે રઘો મેરજા અને નવીન નામના શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text