18 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 18 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ દસમ, વાર ગુરુ છે. આજે વિશ્વ હેરિટેજ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1955 – બાંડુંગમાં આફ્રિકી -એશિયન કોન્ફરન્સ; પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નિધન.

1983 – વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા વિશ્વ વારસા દિનને વર્ષ 1983માં માન્યતા આપી હતી.

1994 – વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન બ્રાયન લારાએ ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 375 રન બનાવીને સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

1999 – બ્રિટનના અગ્રણી નવલકથાકાર, જીવનચરિત્રકાર અને સંપાદક મેરી બુલિન્સનું 90 વર્ષની વયે અવસાન થયું.

2001 – બાંગ્લાદેશની સેનાએ ભારતીય સરહદમાં ઘૂસીને કરેલા ગોળીબારમાં 16 ભારતના સૈનિકો શહીદ થયા હતા.

2002 – ભૂતપૂર્વ અફઘાન શાસક મોહમ્મદ ઝહીર શાહ, જે 1973 થી ઇટાલીમાં રહેતા હતા, કાબુલ પાછા ફર્યા.

2005 – ભારત મુંબઈ સ્થિત જિન્નાહ હાઉસ પાકિસ્તાનને આપવા સંમત થયું.

2006 – રોબિન હૂડના શહેર નોટિંગહામને લૂંટગ્રસ્ત શહેર જાહેર કરવામાં આવ્યું.

2008 – ઇન્ડિયન પ્રીમિયર લીગનું ઉદ્‌ઘાટન. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચસાથે પ્રથમ સિઝનનો પ્રારંભ.

2008 – અમેરિકાની સુપ્રીમ અદાલતે જીવલેણ ઇન્જેક્શન દ્વારા મૃત્યુદંડની સજાને કાયદેસર બનાવી છે. પાકિસ્તાને ભારતીય કેદી સબરજિત સિંહની ફાંસી એક મહિના માટે ટાળી દીધી છે. ભારત અને મેક્સિકોએ નાગરિક ઉડ્ડયન અને ઉર્જા ક્ષેત્રે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1621 – ગુરુ તેગ બહાદુર – શીખ ધર્મના નવમા ગુરુ.

1858 – ધોંડો કેશવ કર્વે – આધુનિક ભારતના સૌથી મોટા સમાજ સુધારક અને તારણહાર માનવામાં આવે છે. (અ. ૧૯૬૨)

1901 – ચંડેશ્વર પ્રસાદ નારાયણ સિંહ – ભારતીય રાજકારણી હતા.

- text

1916 – લલિતા પવાર – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી

1928 – દુલારી – ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી હતી.

1962 – પૂનમ ધિલ્લોન – બોલિવૂડ અભિનેત્રી

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1859 – તાત્યા ટોપે – બહાદુર માણસ અને ‘પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ’માં ભાગ લેનાર મુખ્ય વ્યક્તિ, ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક સેનાપતિ અને તેના એક નોંધપાત્ર નેતા. (જ. ૧૮૧૪)

1898 – દામોદર હરિ ચાપેકર – ભારતના ક્રાંતિકારી અમર શહીદો, સ્વતંત્રતા સેનાની. (જ. ૧૮૬૯)

1916 – જી. સુબ્રહ્મણ્યમ અય્યર – ભારતના જાણીતા પત્રકાર અને અગ્રણી બૌદ્ધિક હતા.

1955 – આલ્બર્ટ આઈન્સ્ટાઈન – પ્રખ્યાત વૈજ્ઞાનિક

1959 – બરીન્દ્ર કુમાર ઘોષ – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર હતા.

1972 – પાંડુરંગ વામન કાણે – મહાન ભારતીય સંસ્કૃતશાસ્ત્રી અને વિદ્વાન પંડિત.

2003 – સુધાકર પાંડે – હિન્દી સાહિત્યની મુખ્ય શૈલીઓના ઉત્તમ લેખક અને સુધારક.

2021 – અનુપમા પંચીમાંડા – ભારતની ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી અમ્પાયર હતી.

2021 – બચી સિંહ રાવત – ઉત્તરાખંડના ભારતીય જનતા પાર્ટીના પીઢ રાજકારણી હતા.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text