મોરબીમાં અગનગોળા વરસ્યા, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર

- text


મોરબી : હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે રાજકોટમાં તાપમાનનો પારો 43.4 ડિગ્રીને પાર થયો હતો સાથે જ મોરબી જિલ્લામાં પણ આજે બપોરના સમયે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થયાનું ઇન્ડિયન મટ્રોલોજીકલ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે, વધુમાં આવતીકાલે પણ મોરબીમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની શક્યતા આઇએમડીએ વ્યક્ત કરી છે. જો કે તા.19 એપ્રિલ બાદ ક્રમશ મહત્તમ તાપમાનમાં ઘટાડો આવનાર હોવાનું જાણવા મળે છે.

- text