ચરાડવા નજીક બંધ ટ્રક પાછળ એકટીવા અથડાતા બે સિવિલ એન્જિનિયરના મોત

- text


અક્સમાતમાં એક યુવાનનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મૃત્યુ

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક રવિવારે મોડી સાંજે બંધ પડેલા ટ્રક પાછળ એક્ટીવા અથડાતા સિવિલ એન્જિનિયરનું કામ કરતા બે આશાસ્પદ યુવાનના મોત નિપજ્યા હતા.પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ-મોરબી રોડનું કામ હાલ ચાલુ હોય અને આ રોડના કામમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા અને હાલ ચરાડવા ખાતે રૂમ ભાડે રાખી રહેતા મૂળ ચોટીલાના દેવપરા ગામના જયરાજભાઇ દેવશીભાઈ સાકરીયા અને યુ.પીના રાજેશસિંગ પઠાણસિંગ બંને ગઈકાલે રવિવારે સાંજે મોરબી તરફથી ચરાડવા તરફ આવી રહ્યા હતા ત્યારે ચરાડવા પાસે રોડ પર પડેલ ટ્રક નંબર આરજે -52-9129 પાછળ એકટીવા ઘુસી જતા જયરાજભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે રાજેસસિંગ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું પણ સારવાર દરમિયાન મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે. હાલ હળવદ પોલીસ મથકના પીએસઆઇ અંબારિયા દ્વારા મૃતક જયરાજભાઇના ભાઈ મહેશભાઈ સાકરીયાની ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધ આગળની તપાસ હાથ ધરી છે.

- text