હળવદના મિતલબેન રાવલ આદર્શ શિક્ષક એવોર્ડથી સન્માનિત

- text


Halvad: ‘દીકરી ઘરનો દીવો’ જે બન્ને કુળને ઉજાગર કરે એવી ઉક્તિને હળવદના દીકરી મિતલબેન જ્યોતિન્દ્રભાઈ રાવલે સાર્થક કરી છે. નવી દિલ્હી સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા Project 100 નાં સહયોગથી સ્વરાજ્ય વેલ્ફેર અસોસીએશન મુંબઈ દ્વારા મુંબઈ મહાનગરના શિક્ષણ જગતનાં ૫૦ શ્રેષ્ઠ માર્ગદર્શક શિક્ષકોનાં પ્રતિભા-સન્માન સમારોહ અંતર્ગત હળવદની દીકરી, શિક્ષક જ્યોતિન્દ્રભાઈ સી.રાવલ અને મધુરીકાબેનની સુપુત્રી, ડૉ. રવિરાજ રાવલ તથા ડૉ. નીરવ રાવલનાં બહેન એવા મિતલબેન અનિલકુમાર જાનીને ભૂતપૂર્વ રાજ્યસભાનાં સાંસદ , આયોજન પંચના સભ્ય અને મુંબઈ યુનિવર્સિટીનાં પ્રવર્તમાન વાઇસ ચાન્સેલર ડૉ. ભાલચંદ્ર મુંગેકરજીનાં વરદ હસ્તે આઈડિયલ ટીચર મુંબઈ એવોર્ડ 2024 એનાયત થતાં તેમના કુટુંબ, સમાજ અને હળવદનું ગૌરવ વધાર્યું છે. આ માટે તેમને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text

- text