વાંકાનેર : પશુઓ પ્રત્યે ઘાતકીપણું આચરવાના કેસમાં 10 વર્ષથી ફરાર આરોપી પકડાયો

- text


વાંકાનેર સીટી પોલીસ મથકમાં વર્ષ 2014માં નોંધાયેલ પશુ પ્રત્યે ઘાતકીપણું આચરવાના કેસમાં છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો આરોપી ઈર્શાદ ઉર્ફે બમ્બૈયા ઇલ્યાસભાઈ શેખ રહે.જુહાપુરા, અમદાવાદ વાળો હાલમાં મુંબઈ ખાતે હોવાની પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળતા આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી લઈ વાંકાનેર સીટી પોલીસ મથકને હવાલે કર્યો હતો.

- text