6 એપ્રિલે હળવદ તાલુકામાં વાહનોની ફિટનેસ ચકાસણી થશે

- text


હળવદ : એ.આર.ટી.ઓ મોરબી કચેરી દ્વારા હળવદ તાલુકામાં વાહનોની ભૌતિક ચકાસણી (FITNESS) કાર્યક્રમ યોજાનાર છે. મોરબી એઆરટીઓ દ્વારા હળવદ તાલુકામાં તા. ૦૬-૦૪-૨૦૨૪ શનિવારના રોજ વાહનોની ભૌતિક ચકાસણી (FITNESS) કાર્યક્રમ પી.ડબલ્યુ.ડી. ઓફીસ, સરા ચોકડી, વૈજનાથ મંદિરની સામે રાખવામાં આવ્યો છે.

- text

યોગ્ય ફી પરિવહન પોર્ટલ ઓનલાઈન ભરપાઈ કરી શકે છે અને વાહન સ્થળ પર જ હાજર રાખવું જરૂરી છે. આ કાર્યક્રમ હળવદ તાલુકાની મોટરીંગ પબ્લિકને બહોળી સંખ્યામાં હાજર રહેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text