Morbi: ખિલખિલાટે જિલ્લામાં ફેબ્રુઆરીમાં 4875 પ્રસૂતિને લગતા કેસો હેન્ડલ કર્યા

- text


મોરબી : મોરબી જિલ્લામાં બાળકો અને સગર્ભાઓની મેડિકલ ઈમરજન્સી માટે કુલ 8 ખિલખિલાટ કાર્યરત છે. જેમાં મોરબી શહેરમાં 2, તાલુકાના જેતપરમાં 1,વાંકાનેરમાં 2 અને તાલુકાના ઢુવામાં 1 અને ટંકારા અને હળવદમાં એક એક ખીલખિલાટ એમ્બ્યુલન્સ મેડિકલ ઈમરજન્સી સમયે નાના બાળકો અને સગર્ભાઓ માટે અવિરત કામગીરી કરી રહી છે.

- text

મોરબી જિલ્લામાં ખીલખીલાટ સેવાની આંકડાકીય વિગતો જોઈએ તો જાન્યુઆરી 2024 દરમિયાન કુલ 5,894 કેસ નોંધાયા હતા. ત્યારે ફેબ્રઆરીમાં 4,875 ઇમરજન્સી કિસ્સા સામે આવ્યા હતા. જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં 539 સગર્ભાઓને મદદે ખિલખિલાટ પહોંચી હતી. ત્યારે ફેબ્રઆરીમાં 582 સગર્ભાઓને ઇમરજન્સી સેવાની જરૂર પડી હતી. આ સિવાય ખિલખિલાટ એમ્બ્યુલન્સે જાન્યુઆરીમાં 893 અને ફેબ્રુઆરીમાં 690 જન્મેલા બાળક સહિત માતાને હોસ્પિટલથી ઘર સુધી પહોંચાડયા હતા. જાન્યુઆરીમાં 190 અને ફેબ્રુઆરીમાં 166, 1 વર્ષ સુધીના બાળકોને ખિલખિલાટ ઇમરજન્સી માટે હોસ્પિટલ લાવી હતી. જાન્યુઆરીમાં 1 વર્ષ સુધીના 382 બાળકો અને ફેબ્રઆરીમાં 371 બાળકોને ખિલખિલાટે હોસ્પિટલથી ઘરે પહોંચાડયા હતા.

- text