ટંકારામાં 23મીએ શહીદોના ચિત્રો, બેનરો અને રાષ્ટ્રભક્તિના ગાન સાથે વિશાળ મશાલ રેલી નીકળશે

- text


ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 23 માર્ચને શનિવારે શહીદ દિવસ નિમિત્તે વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી રાત્રે 8:00 કલાકે પટેલ નગર સોસાયટીથી શરૂ થઈ આર્ય સમાજ (ત્રણ હાટડી) ખાતે સંપન્ન થશે.

- text

આર્ય સમાજ ટંકારા દ્વારા આજે અનેક વર્ષોથી 23મી માર્ચ શહીદ દિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં રાત્રે 8 વાગ્યે ટંકારાની ગલીઓમાં ત્રણેય મહાન શહીદોના ચિત્રો, મશાલો, બેનરો અને રાષ્ટ્ર ભક્તિના ગીત સાથે મશાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. સાથે સાથે મશાલ રેલીના સમાપન કાર્યક્રમમાં શહીદોને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ટંકારાના દરેક શહેરી વિસ્તારોમાં આ રેલી મશાલ રેલીના સ્વરૂપમાં ફરતી હોય છે. તો તમામ નગરવાસીઓને, આસપાસના ગામમાં વસતા લોકોને આર્યવીર દળ દ્વારા સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આ મશાલ રેલીમાં જોડાવવા જણાવવામાં આવ્યું છે.

- text