Tankara: અરે વાહ! ભૂતકોટડાની શાળાએ ચકલીઓ માટે બનાવી પાંચ માળની ‘સ્પેરો હાઈટ્સ’ બિલ્ડીંગ

- text


ભૂતકોટડા પ્રાથમિક શાળામાં બનાવેલા સ્પેરો હાઈટ્સમાં ચકલીઓ માટે હિંચકા, પાણી અને ચણની પણ વ્યવસ્થા કરાઈ

ટંકારા: સમગ્ર વિશ્વ 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવે છે અને માણસની આસપાસ રહેતી હાઉસ સ્પેરોને બચાવવાની અપીલ કરે છે. એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચકલીઓનું ચી..ચી..ચી… સતત સંભળાયા કરતું. પરંતુ પરંપરાગત ઘરોની જગ્યાએ નવા મકાનો બનતા તેમાં ચકલીઓને માળા બનાવવી વિશેષતાઓ લુપ્ત થઇ અને એ સાથે જ ચકલીઓ પણ આપણી આપસાસથી ઓછી થવા લાગી.આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ટંકારાની ભૂતકોટડા પ્રાથમિક શાળાનાં બાળકોએ અનોખું સ્પેરો હાઈટ્સ બનાવ્યું છે. પાંચ માળનાં આ સ્પેરો હાઈટ્સની રચના અદ્દલ ફ્લેટ જેવી બનાવવામાં આવી છે.

આ સ્પેરો હાઈટ્સ બનાવવાનો વિચાર ભૂતકોટડા શાળાના શિક્ષિકા ગીતાબેન સંચલાને આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રમેશ પારેખે ચકલી વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું છે કે, તારો વૈભવ રંગ મહેલ ને નોકર ચાકરનું ધાડું, મારે આંગણ ચકલી આવે તે જ મારું રજવાડું. તે સંદર્ભે ભૂત કોટડા પ્રા.શાળામાં 5 માળનું અનોખું ચકલી હાઉસ બનાવવામાં આવ્યું છે.

ગીતાબેને વધુમાં જણાવ્યું કે કે, આધુનિક સમયમાં ઘરમાં માળો બનાવવાની જગ્યા ન રહેતા અને ગ્રીનરી ઘટતાં ચણ અને પાણી ન મળતાં ચકલીઓની સંખ્યા પર અસર થઈ છે,”ગીતાબેનને વિચાર આવ્યો કે, માણસો ફ્લેટમાં રહેતા થઈ ગયા તો આ ચકલીઓ પણ એક સાથે રહે તેવું આયોજન કરવું જોઈએ. તેથી તેમણે ટંકારાના વતની અને પક્ષીપ્રેમી જયેશભાઈ મનીપરાને આ અંગે વાત કરી અને જયેશભાઈ મનીપરાએ માત્ર બે દિવસમાં જ ગીતાબેનના વિચારોને સુસંગત લાકડાનું સુદર ઘર બનાવી આપ્યું. આ ઘરના ગીતાબેને સ્પેરો હાઈટ્સ નામ આપ્યું. ત્યારબાદ શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ઘરની સજાવટ અને રંગરોગાન કર્યું.

- text

5 માળના આ સ્પેરો હાઈટ્સમાં ફ્લેટની જેમ એક સાથે અનેક ચકલીઓ વસવાટ કરી શકશે. આ સ્પેરો હાઈટ્સમાં ચકલીઓ માટે ચણની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અને હિંચકા ખાવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આજે વિશ્વ ચકલી દિવસ હોય ભૂતકોટડા પ્રાથમિક શાળામાં દરેક વિદ્યાર્થીઓને ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને જો આખું વર્ષ ચકલીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવને બચાવી શકાય તેવો ઉમદા સંદેશ આપવામાં આવ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text