શિક્ષક કભી સાધારણ નહીં હોતા : નિવૃત્તિ પછી શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા મોરબીના મહાદેવભાઈ રંગપરિયા

- text


મોરબી : ચાણક્યએ કહ્યું હતું કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ. શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો સમન્વય. વાત જ્યારે આદર્શ શિક્ષકની થતી હોય ત્યારે મોરબીના મહાદેવભાઈ રંગપરિયાનું નામ લેવું પડે. કેમ કે નિવૃત્તિ લઈ લીધા પછી પણ મહાદેવભાઈ રંગપરિયા પોતાનો શિક્ષક ધર્મ નિભાવી રહ્યા છે અને અલગ અલગ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન પીરસી રહ્યા છે.

મોરબીના શિક્ષક મહાદેવભાઈ રંગપરિયાએ ટંકારા તાલુકાના સીઆરસી અને બીઆરસી તરીકે જુના લીલાપર, નવી પીપળી અને મહેન્દ્રનગર શાળામાં આચાર્ય તરીકે કામગીરી કરી છે અને છેલ્લા એક વર્ષથી તેઓ વય નિવૃત્ત થયા છે. નિવૃત્તિ વખતે તેમની પાસે 200 હક રજા હતી તેમ છતાં તેઓ રજા ભોગવ્યા વગર નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી પણ તેમણે અલગ અલગ શાળાઓમાં જઈને અભ્યાસ કરાવવાનું ચાલુ રાખ્યું. મહાદેવભાઈ 60 વર્ષની વયે પણ અભિનય ગીત દ્વારા, બાળવાર્તા દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપી રહ્યા છે. આજે તેમણે માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં અવનવા અભિનય બાળગીતો, બાળવાર્તાઓ રજુ કરી બાળકોને મજા કરાવી હતી. આ તકે બન્ને શાળા વતી દિનેશભાઈ કાનગડે મહાદેવભાઈ રંગપરિયાનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text