હળવદની નવા ધનાળા શાળામાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ યોજાયો

- text


હળવદ : હળવદ તાલુકાની નવા ધનાળા પ્રાથમિક શાળામાં ગઈકાલે તારીખ 19 માર્ચ ને મંગળવારના રોજ વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન જુદી-જુદી એવી અવનવી 25 થી વધુ સ્પર્ધામાં 1 થી 3 નંબર મેળવેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમાં ગામના સરપંચ, એસએમસીના અધ્યક્ષ અને તમામ સભ્યો, સિદ્ધનાથ યુવા ગ્રુપના તમામ સભ્યો, નરનારાયણ મંદિરના કોઠારી અને તમામ સભ્યો, ગામના ભૂતપૂર્વ સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કીર્તિભાઈ પટેલ અને તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. સાથે જ શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text