જૂના નાગડાવાસ શાળાના બાળકોએ ચકલીઘર બનાવી ચકલી દિવસ ઉજવાયો

- text


મોરબી: ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નઈ આવશો કે નઈ..નાનપણમાં ઉપરોક્ત પઁક્તિ લગભગ દરેકના મનમાં હરહમેશ ગુંજતી જ હોય છે. કેમ કે, કુદરતના હજારો જીવમાં સૌથી વધુ નજીક કલબલ કરતું હસતું ખેલતું જીવ હોય તો એ ચકલી છે…

આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે મોરબી તાલુકાની જુના નાગડાવાસ માધ્યમિક શાળાના બાળકોએ ભણતરની સાથે સાથે દરેક જીવને રક્ષણ મળી રહે તે હેતુથી ચકલીના નાના ઘર બનાવીને આ દિવસની ઉજવણી કરી હતી. આ પહેલને સાર્થક કરવા માટે શાળાના આચાર્ય જે.એ.ધ્રાંગા તેમજ શાળાના શિક્ષકો ખમૈયા રાઠોડ, આશા ગોહિલ, જયેશ પૈજા સહિતનાએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ રસપૂર્વક પર્યાવરણ અંગે શીખી રહ્યા હતા. જેમાં જુદા જુદા ખોખામાંથી ચકલી ઘર બનાવવા તેમજ વીડિયો અને ચિત્રો દ્વારા વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે ઝાડ વૃક્ષો વગેરેનો નાશ કરીને પક્ષીઓના ઘરને નાબૂદ કરતો થયો છે ત્યારે, એક નાનકડા પ્રયાસ વડે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text