હળવદ રોટરી ક્લબ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

- text


હળવદ : હળવદ રોટરી ક્લબ દ્વારા માતૃશ્રી વજીબેન ગોવિંદભાઈ લોરીયાના સ્મરણાર્થે તારીખ 14 માર્ચના રોજ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આગામી તા.14 માર્ચના રોજ બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી હળવદના સરા રોડ પર વલ્લભ કોમ્પલેક્ષમાં યુનિક હોસ્પિટલ અને સીટી સ્કેન સેન્ટર ખાતે યોજાનાર આ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડો. ધવલ દેવાણી, એમડી મેડિસિન ડો. મૈત્રી માલાસણા, વ્યંધત્વ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. પાર્થ સાદરીયા, ઇએનટી, કાન, નાક, ગળાના સર્જન ડો. નીરજ આનંદ, જનરલ સર્જન ડો. ગૌતમ સોનાગ્રા, આંખના સર્જન ડો. રસીક પાટડીયા તથા દાંતના ડો. પિનલ ભોરણીયા સેવા આપશે. કેમ્પના દિવસે દવાઓ, લેબોરેટરી, એક્સ-રે, સીટી સ્કેનમાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

- text