આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી યોજનાઓની સહાય માટે અરજી શરૂ

- text


મોરબી : રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25માં બાગાયતી યોજનાઓમાં સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે તારીખ 12 માર્ચ થી 11 મે 2024 સુધી ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ખેડૂતો આ પોર્ટલ પર જઈને બાગાયતી યોજનાઓમાં સહાય માટે અરજી કરી શકશે.

- text

આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ખેડૂતો વિવિધ બાગાયતી પાકના વાવેતર અને વિવિધ ખેતી ઉપયોગી સાધનોની યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી સાધનિક કાગળો સહ જે તે જિલ્લાની નાયબ/મદદનીશ બાગાયત નિયામકની કચેરી ખાતે મોકલી આપવા જણાવાયું છે.

- text