મોરબીમાં સીરામીક ટાઈલ્સના વેપારમાં બોગસ ઈ-વે બિલનો મોટાપાયે ઉપયોગ

- text


ટાઇલ્સ મેન્યુફેક્ચરીંગ એસોશિએશન દ્વારા ડીજીજીઆઈને ફરિયાદ કરવામાં આવતા ખળભળાટ

મોરબી : મોરબીમાં ટાઈલ્સના વેપારમાં મોટાપ્રમાણમાં બોગસ ઈ-વે બિલનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી ફરિયાદ ખુદ ટાઇલ્સ મેન્યુફેક્ચરીંગ એસોશિએશન દ્વારા ડીજીજીઆઈને કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વર્તમાનપત્ર સંદેશ દૈનિકના અહેવાલ મુજબ ટાઇલ્સ મેન્યુફેક્ચરીંગ એસોશિએશન મોરબી દ્વારા ડીજીજીઆઈને લેખિત ફરિયાદ કરી સીરામીક ટાઈલ્સના વેપારમાં બોગસ ઈ-વે બિલનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવતો હોવાનું અને ટાઈલ્સની ડીલેવરી કરવામાં આવ્યા બાદ પોર્ટલ ઉપરથી આવા બિલ કેન્સલ કરી નાખવામાં આવતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

- text

વધુમાં ડીજીજીઆઈને કરવાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ભેજાબાજ તત્વો દ્વારા અત્યાર સુધીમાં આવા હજારો ઈ- વે બિલ બનાવી નાખી સરકારને નુકશાન કરવામાં આવ્યું છે. સાથે જ કૌભાંડીયાઓ દ્વારા ઈ- વે બિલમાં કોઈ ટ્રાન્સપોર્ટરનો ઉલ્લેખ ન કરી સીરામીક ટાઇલ્સનો વેપાર અને ડીલેવરી થયા બાદ પોર્ટલ ઉપરથી આવા બીલો હટાવી દેવામાં આવતા હોય જીણવટભરી તપાસ કરવા પણ માંગ કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયાનું જાણવા મળે છે.

- text