રીલ બનાવી ઇનામ જીતો ! મોરબીમાં વ્યસન મુક્તિ માટે રીલ કોમ્પિટિશનનું આયોજન

- text


કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આયોજન, 

1 થી 3 નંબરને અપાશે રોકડ ઈનામ

મોરબી : કોમનમેન ફાઉન્ડેશ મોરબી દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત રીલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના વતની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે. વિજેતાઓ માટે રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

લોકોને વ્યસનમુક્ત બનાવવા કાર્યરત કોમનમેન ફાઉન્ડેશન મોરબી દ્વારા રિલ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે તારીખ 29-2-2024 પહેલા ગુગલ ફોર્મ પર ઓનલાઈન નામ નોંધાવવું જરૂરી છે. જે નામથી નોંધણી થાયેલી હશે તે વ્યક્તિ રીલમાં ફરજિયાત હોવી જોઈએ. એ સિવાય વધારાના ગમે તેટલા વ્યક્તિઓને સમાવી શકાશે. રીલ માટેની સમય મર્યાદા વધુમાં વધુ 1 મિનિટની રહેશે. જે મોબાઈલ નંબર ગુગલ ફોર્મ પર નોંધણી કરેલો હોય તે જ મોબાઈલ નંબર પરથી મોબાઈલ નંબર 9054977733 પર રીલ પોતાના નામ સાથે તારીખ 05-03-2024 ના રોજ સવારે 9.00 થી 11.00 વાગ્યા સુધીમાં વોટ્સએપમાં મોકલવાની રહેશે.

- text

આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ રૂ. 5001, દ્રિતીય ઇનામ રૂ. 2501 અને તૃતિય ઇનામ રૂ. 1001 નું રહેશે. તેમજ પ્રથમ 3 વિજેતાઓનું સન્માન આગામી જાહેર પ્રોગ્રામમાં સ્ક્રીન પર નામ સાથે બતાવવામાં આવશે. જે બાબત નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. રીલમાં ફક્ત અને ફક્ત તમાકુ મુક્તિ બાબત જ કેન્દ્ર સ્થાને રહેશે. રીલ બનાવવા માટે ગુજરાતી અથવા હિન્દી ભાષાનો ઉપયોગ કરી શકાશે. વધુ માહિતી માટે ધરતીબેન બરાસરા, ભક્તિબેન કાનાણીનો મો. નં. 9825941704, 9428974002 પર સંપર્ક કરવા કોમનમેન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. સતીષ ભાઈ પટેલે જણાવ્યું છે.

નોંધણી માટે ગુગલ ફોર્મની લિંક- https://docs.google.com/forms/d/e/1FAIpQLSc–YM1BE5UEY-hd423KkaFBFTeyyaMXQKxU-bOVUfjJ1EJyQ/viewform?usp=sf_link

- text