મોરબી સહિત નવ નગરપાલિકામાં મ્યુનિસિપલ ઇજનેરોની ભરતી કરાશે

- text


11 માસના કરાર આધારિત રૂપિયા 16,500 મહેનતાણું આપવામાં આવશે, પ્રાદેશિક નગરપાલિકા નિયામક દ્વારા જાહેરાત કરાઈ

મોરબી : પ્રાદેશિક નગરપાલિકા નિયામક કચેરી દ્વારા મોરબી સહીત સૌરાષ્ટ્રની અલગ અલગ નવ નગરપાલિકા કચેરીમાં ખાલી પડેલી મ્યુનિસિપલ ઇજનેરની જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે જે અન્વયે 11 માસના કરાર આધારિત આ ભરતીમાં ઉમેદવારોને રૂપિયા 16,500 પગાર ચુકવવામાં આવશે.

- text

રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા નિયામક કચેરી દ્વારા મોરબી જિલ્લાની મોરબી, માળીયા અને હળવદ, પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા, કચ્છની નખત્રાણા, રાજકોટ જિલ્લાની ભાયાવદર અને ગોંડલ નગરપાલિકા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં 11માસના કરાર આધારિત મ્યુનિસિપલ ઇજનેરની જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે, મ્યુનિસિપલ ઇજનેરને સરકારના નિયમ મુજબ માસિક રૂપિયા 16,500 મહેનતાણું ચુકવવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવાયું છે.

- text