શિક્ષકોએ લગાવ્યા ચોગ્ગા-છગ્ગા : મોરબી શહેર પ્રા.શિક્ષક સંઘ દ્વારા યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ

- text


મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું લક્ષ્મીનગર ક્રિકેટ ગ્રાઉન્ડમા આયોજન કરાયું હતું. જેમાં મોરબી શહેરના ક્રિકેટ પ્રેમી શીક્ષકોએ હર્ષભેર ભાગ લીધો હતો. મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ દેવાયતભાઈ હેરભા અને મહામંત્રી ડાભી ચમનલાલ તથા સંઘના સભ્યો દ્વારા ઓપનિંગ કરવામા આવ્યું હતું.

મોરબી શહેરના શિક્ષકોમા એકતા વધે તેમજ સમુહ ભાવના રહે અને જે નવા વિદ્યાસહાયક અને બદલી કરી મોરબીમાં આવેલા શિક્ષકોનો પરિચય કેળવે માટે બે દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું અયોજન કરાયું હતું. જેમાં વિનુભાઈ ભંખોડિયા અને કરસનભાઈ ખીમાણીયાએ જહેમત ઉઠાવી હતી. બધા ક્રિકેટ રમનાર શિક્ષકો અને આયોજકોને સાથે રાખી આયોજન અને નિયમો ઘળી પારદર્શકતા રાખવામાં આવી હતી. ટોટલ પાંચ ટીમ હતી. તેમાં ક્રિકેટના નિયમો મુજબ ફાઇનલ મેચ જીતનારને ટ્રોફી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ હસ્તક વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી.

- text

- text