મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને રાશનકીટ અપાશે

- text


મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી આગવું સ્થાન ધરાવે છે. ત્યારે આ ગત 12મી ફેબ્રઆરીના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા “એડોપ્શન ઓફ મધર” પ્રોજેક્ટ હેઠળ 6 વિધવા તેમજ જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાઓને 12 મહિના સુધી (દર મહિને) રાશન કીટ તેમજ સાડી આપી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

- text