પ્રેરણાદાયી : જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં વેલેન્ટાઈનની બદલે ઇકો વિક ઉજવાશે

- text


વિદ્યાર્થીનીઓ નો ઇલેક્ટ્રિસિટી ડે, અપ સાયકલિંગ ડે, કોટન ડે, ગ્રીન ડે અને ચાઈલ્ડહુડ ડે જેવા દિવસો ઉજવશે

મોરબી : જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા વેલેન્ટાઈન વિકની ઇકો વિક તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન વિદ્યાર્થીનીઓ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા અને તેનું જતન કરવા માટે અનેક પ્રયાસો કરશે.

વિદ્યાર્થીનીઓ દ્વારા નો ઇલેક્ટ્રિસિટી ડે જેમાં આખો દિવસ વીજળીનો ઉપયોગ કરવામાં નહિ આવે. અપ સાયકલિંગ ડે જેમાં જૂની વસ્તુઓનો ઉપયોગ કરી નવી વસ્તુઓ બનાવવામાં આવશે. કોટન ડે જેમાં ખાદી કે કોટન વસ્તુના કપડા જ પહેરવામાં આવશે. ગ્રીન ડે કે જેમાં શાકાહારી બનવાની પ્રેરણા આપવા સલાડ મેકિંગ સ્પર્ધા યોજવામાં આવશે. ચાઈલ્ડહુડ ડે જેમાં મોબાઈલનો ઉપયોગ ન કરી તેના બદલે શેરીની રમતો રમવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

- text

- text