મોરબીની નિર્મલ વિદ્યાલયના 2012 બેન્ચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : મોરબીમાં નિર્મલ સ્કૂલના વર્ષ 2012ની બેન્ચમાં ભણીને હાલ વિવિધ ક્ષેત્રે મોભાદાર સ્થાન ધરાવતા ભૂતપૂર્વ વિધાર્થીઓનું આજે સ્નેહ મિલન યોજાયું હતું. આ 2012ની બેન્ચના તમામ વિધાર્થીઓએ નિર્મલ સ્કૂલે આપેલા શિક્ષણ અને જીવન ઘડતરના મૂલ્યો સમજાવનાર ગુરુજનોને નત મસ્તક પ્રણામ કરીને તેમના પ્રત્યે ભારે આદર વ્યક્ત કર્યો હતો.

- text

આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણકાળ દરમિયાન શિક્ષણની સાથે નિર્દોષ રીતે કરેલી મોજ મસ્તીને યાદ કરીને જુના સંસ્મરણોમાં સરી પડ્યા હતા. આ સ્કૂલ તેમજ ગુરુજનોએ ભણાવેલા ઉચ્ચ કોટીના પાઠને જીવનમાં ઉતર્યા હોય નોકરી ધંધામાં સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરીને દેશના એક આદર્શ નાગરિક બનવાના ગુરુજનોએ આપેલા સદગુણોને સાકાર કર્યાનું કહી ગુરુજનોનું ઋણ ક્યારેય કોઈ વિદ્યાર્થી ચૂકવી નહિ શકે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

- text