મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી

- text


ધારાસભ્ય સહિતના આગેવાનોએ ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરાવ્યા : શહેરનો વિકાસ હવે જેટ ગતિએ થશે તેવો અગ્રણીઓનો આશાવાદ

મોરબી : રાજ્ય સરકારના બજેટમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવતા શહેર ભાજપ દ્વારા નહેરૂ ગેટ ચોક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આગેવાનોએ ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરાવ્યા હતા.

આ વેળાએ આગેવાનોએ જણાવ્યું કે 2013માં મોરબીને જિલ્લાનો દરજ્જો મળ્યો હતો. હવે 10 વર્ષ બાદ મહાનગરપાલિકા મળી છે. હવે મોરબીનો વિકાસ જેટગતીએ થશે. મોરબી શહેરમાં બાગ બગીચા નથી. આજુબાજુના ગામો મહાનગરપાલિકામાં ભળશે. ત્યાંના ખરાબામાં બગીચા બનશે. સુનિયોજિત વિકાસ થશે. સારા અધિકારીઓ, એન્જીનિયર્સ આવશે.

આ ઉજવણીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ ઝારીયા, પ્રદીપભાઈ વાળા, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર સદાતીયા, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

- text

- text