વાંકાનેરની જામસર તાલુકા શાળામાં દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી હેઠળની જામસર તાલુકા શાળામાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ યોજાયો હતો.

- text

આ કાર્યક્રમ અંતર્ગત ગામની દીકરી દેલવાડીયા દેવુંબેન અશોકભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ દીકરીને જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ.ના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, એસએમસી કમીટીના સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા જામસર તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text