હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાંથી 4 જુગારીઓ પકડાયા

- text


હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ત્રણ માળીયા નજીક જાહેરમાં જુગાર રમતા પાર્થદાન ગંભીરસિંહ મહેડુ, ઘનશ્યામભાઇ ઉર્ફે નવઘણભાઇ નથુભાઇ કલોતરા, પ્રતાપભાઇ ગાંડુભાઇ બાર અને ગીરીશભાઈ કાનજીભાઈ પારેજીયાને 7,100 રૂપિયા સાથે તીનપતિ રમતા ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text