હળવદના દેવીપુર ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

- text


મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરાયું, શાળાના બાળકોએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામે 75માં પ્રજાસત્તાક પર્વની આન,બાન અને સાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વે હળવદ મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે જ મામલતદાર દ્વારા દેશ અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓની સિદ્ધિ વર્ણવી હતી.

હળવદ તાલુકાના દેવીપુર ગામે આજે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હળવદ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી તેમજ જુદી જુદી કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગામની શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુક્ત કરી દીધા હતા. સાથે જ ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.જેમાં મહેમાનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ પર્વમાં જોડાયા હતા.

- text

આતકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મામલતદાર એમ.જે પરમાર,તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, નિલેશભાઈ ગામી,વલ્લભભાઈ પટેલ, નાયબ મામલતદાર બી.એચ સોનગરા, ચિંતનભાઈ આચાર્ય,પીએસઆઇ કિરીટસિંહ જેઠવા,ગ્રામ પંચાયતના સરપંચ મનિષાબેન રમેશભાઈ સોનગરા,ઉપસરપંચ મનોજભાઈ પટેલ,ગામના આગેવાન જેરામભાઈ સોનગરા,બચુભાઈ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા

- text