આમરણની વિવેકાનંદ સાયન્સ એન્ડ કોમર્સ સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીના આમરણમાં શ્રી વિવેકાનંદ સાયન્સ એન્ડ કોમર્સ સ્કુલ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી નાટક, પરેડ, ડાન્સ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ તકે આમરણ હાઈસ્કુલના નિવૃત્ત આચાર્ય દેવસીભાઈ ભાલોડીયાએ રાષ્ટ્રને સમર્પિત પોતાનું વકતવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક પ્રકાશભાઈ પટેલ, આચાર્ય અંજનાબેન પટેલ અને તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text