હળવદમા કોર્ટ બહાર બંદૂક તણાઈ, છરીના ઘા ઝીકી બે વ્યક્તિને ઇજાગ્રસ્ત કર્યા

- text


દેવળીયા ગામના બે જૂથ કોર્ટમાં મુદતે આવ્યા બાદ જજના નિવાસ નજીક જ બઘડાટી

હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામે ગઈકાલે બઘડાટી બોલ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં આજે સવારે નામદાર હળવદ કોર્ટ ખાતે મુદતે આવેલા બે યુવાનો ઉપર પાંચથી છ જેટલા શખ્સોએ હીંચકારો હુમલો કરી બંદૂક તાણી ફાયરિંગ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયરિંગ ન થતા છરીથી ઇજા પામેલ યુવાન બંદૂક ઝુંટવી લોહીલુહાણ હાલતમાં કોર્ટમાં દોડી જતા માંડ જીવ બચ્યો હતો.

હળવદમા ધોળે દહાડે બનેલી ફિલ્મી ઘટનાની વિગતો જોઈએ તો આજે હળવદ કોર્ટમાં મુદતે આવેલા દેવળીયા ગામના પ્રદ્યુમ્નસિંહ દસરથસિંહ પરમાર અને પંકજસિંહ દસરથસિંહ પરમાર નામના બે સગાભાઈ એવા યુવાનો કોર્ટમાંથી મુદત પૂર્ણ કરી બહાર નીકળતા જ કારમાં ધસી આવેલ પાંચથી છ શખ્સ ધારીયા, છરી અને બંદૂક સાથે આ બન્ને યુવાનો ઉપર છરી લઈને તૂટી પડતા બન્ને ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદ હુમલાખોરોએ બંદૂક કાઢી ફાયરિંગ કરવા પ્રયાસ કરતા એક ઇજાગ્રસ્ત યુવાન બંદૂક ઝુંટવી જીવ બચાવવા કોર્ટમાં દોડી ગયો હતો.

બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને લોકોના ટોળા પણ કોર્ટ ખાતે ઉમટી પડયા હતા. આ ઘટના બાદ દેવળીયા ગામના હુમલાખોરો કાર રેઢી મૂકી નાસી ગયા હતા અને બન્ને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

- text

- text