મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : લોકો પોતાના કે પોતાના પરિવારજનોના જન્મદિવસની ઉજવણી રંગેચંગે મોજ મજાથી ઉજવણી કરતા હોય છે, ત્યારે મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ હર્ષદભાઈ વામજા દ્વારા પોતાના લાડકવાયા પુત્ર આયુષના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

સાંજના સમયે પોતાના બાળકો અને પરિવારના સભ્યો સાથે મળી સામાકાંઠે અગનેશ્વર મંદિર પાસે ઝૂંપળપટ્ટી વિસ્તારના બાળકોની મુલાકાત લઈને તેમને નાસ્તો કરાવી જરૂરી શિક્ષણ કીટ આપી બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અનોખી ઉજવણી બાબતે હર્ષદભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે, દિકરાનો જન્મદિવસ આવા બાળકો સાથે ઉજવવાનું નક્કી કરેલું કારણ નાના બાળકો એ ઈશ્વરનું સ્વરૂપ છે એના ચેહરાપરની ખુશી જોઈને આત્મસંતોષ થાઈ છે. ઈશ્વરે કંઈક આપ્યું હોય તો હંમેશા લોકોની મદદ કરતા રહેવું જોઈએ. અત્રે નોંધનીય છે કે, હર્ષદભાઈ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે.

- text

- text