મોરબીના શ્રધ્ધાપાર્કમાંથી 552 બોટલ દારૂ સાથે એક પકડાયો

- text


સીટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના નવલખી રોડ ઉપર આવેલ શ્રધ્ધાપાર્કમાં દરોડો પાડી આરોપી હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરાને 552 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મોરબીના નવલખી રોડ ઉપર યમુના નગર પાસે આવેલ શ્રધ્ધાપાર્કમાંથી આરોપી હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરો કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા ઉ.43ના કબજામાંથી જુદી જુદી બ્રાન્ડની 552 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1, 84,200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

આ સફળ કામગીરી મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ.દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ જે.એલ.ઝાલા, એ.એસ.આઇ. મદારસિહ માલુભા મોરી, પોલીસ હેડ.કોન્સટેબલ ભગવાનભાઇ રામજીભાઇ, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ ચાવડા, સી.કે.પઢીયાર, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ અને યોગેશદાન કિશોરદાન સહિતના સ્ટાફે કરી હતી.

- text