જાણો, શિયાળામાં ગાજર, પાલક, કોબી, મૂળા, ભીંડા, પાલક અને લીલું લસણ ખાવાના ફાયદા..

- text


મોરબી : શિયાળાની ઋતુ એટલે તાજાં શાકભાજી ખાઇને તાજામાજા રહેવાની ઋતુ. શિયાળામાં ઋતુ પરિવર્તન થતા રોગોનું આગમન થતું હોઈ છે. ત્યારે ઘણા એવા ખોરાક એવા છે કે જે રોગોને આમંત્રણ આપશે તો ઘણા ખોરાક એવા પણ છે કે જે આ રોગોથી આપણને દુર રાખી શકે છે

આ સિઝનમાં વટાણા, કોબીજ, મેથી જેવા શાકભાજીને ખૂબ ખાવાનું પસંદ કરવામાં આવે છે. ચાલો જાણીએ શિયાળું શાકભાજી ખાવાના ફાયદા..

કાળીનું શાક

શિયાળાની સિઝનમાં કાળીનું શાક ખૂબ જ લાભકારી ગણી શકાય. તે એક લીલા પાંદડાવાળી શાકભાજી છે કે જે વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ્સ અને પ્લાન્ટ કમ્પાઉન્ડથી ભરપૂર છે. માટે આ શિયાળામાં આ શાકને તમારા રૂટીનમાં ઉમેરવાનું ભુલતા નહિ.

ગાજર

ગાજર દરેક સિઝનમાં મળશે, પરંતુ શ્રેષ્ઠ ગાજર શિયાળાની ઋતુમાં જ મળે છે. આ શાકભાજી ખૂબ જ પૌષ્ટિક છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ગાજરને બીટા કેરોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ગાજર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને મોસમી રોગોથી પણ બચાવે છે. તે આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

પાલક

શિયાળાની ઋતુમાં પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાલક પોષક તત્વોનો ભંડાર છે. પાલકમાં કેરોટીનોઈડ્સ, વિટામિન સી, વિટામિન કે, ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી તમે આ સિઝનમાં સ્વસ્થ રહી શકો છો. પાલકનો રસ પણ બનાવીને પી શકાય છે. જે સ્કીન માટે પણ લાભદાયક હોઈ છે.

કોબી

કોબી એક એવી શાકભાજી છે કે જે ઠંડા હવામાનથી બચાવીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કોબીમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર છે, તેમાં લીલી અને લાલ કોબી બંને ખૂબ આરોગ્યપ્રદ છે, પરંતુ લાલ કોબીમાં વધુ પોષક તત્વો હોય છે. લાલ કોબીને વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી, મેંગેનીઝ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

મૂળા 

શિયાળાની ઋતુમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળા વિટામિન બી અને વિટામિન સી તેમજ પોટેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેમાં આઇસોથિયોસાયનેટ્સ મળી આવે છે, મૂળા ખાવાથી તમે ઠંડીની મોસમમાં પણ ફિટ અને સ્વસ્થ રહી શકો છો. સલાડ તરીકે મૂળા કાચા ખાઈ શકાય છે. તેના પાનનું પણ સેવન કરી શકાય છે.

- text

ભીંડા

ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે કે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. ભીંડામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુ:ખાવામાં રાહત પહોંચાડે છે. તેમા રહેલ ચિકણો પદાર્થ પણ હાડકા માટે ખૂબ સારો હોય છે. ભીંડામાં વિટામીન સી જોવા મળે છે. તેમા જોવા મળતા વિટામીન એ આંખો માટે ખૂબ જ લાભકરી હોય છે. તેનાથી આંખોની રોશની વધે છે.

પાલક

પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે. પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે અને પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

લીલું લસણ

લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયરનને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે, તેમાં આયરન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયરન વધે છે. લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે. લીલા લસણમાં મેગ્જીનનું ઉચ્ચ પ્રમાણ હોય છે. આ તત્વ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને દિલને સંતુલિત રાખવાનું કામ કરે છે. લસણના લીલા પાન ખાવાથી પણ લાભ થાય છે. ડાયાબિટિસના દર્દીઓએ ખાસ લીલું લસણ ખાવું જોઈએ. હાઈ બીપીને પણ લીલું લસણ કાબુમાં રાખે છે. મગજ સુધી રક્ત સંચાર બરાબર ન થતો હોય તેવી તકલીફ જેમને હોય તેમણે લીલું લસણ ખાસ ખાવું. લીલા લસણના સેવનથી રક્ત પરીભ્રમણ સારી રીતે થાય છે.

- text