તા.25 ડિસેમ્બરે મોરબી સાર્થક વિદ્યામંદિરમાં આઠમો તુલસી દિવસ ઉજવાશે

- text


મોરબી : ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને આપણી સંસ્કૃતિ અંગે વિદ્યાર્થીઓ આકર્ષાય તે હેતુ સાથે મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં તા.25 ડિસેમ્બરના રોજ દર વર્ષે તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

છેલ્લા સાત વર્ષથી મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આઠમા વર્ષે પણ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે. 25 ડિસેમ્બરના દિવસે સાર્થક વિદ્યામંદિરમાં સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન તુલસી દિવસની ઉજવણી કરાશે. જેમાં તુલસીના રોપાનું વિતરણ, તુલસી સન્માન અર્પણ, ઈન્સ્ટાગ્રામ અવેરનેસ, વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદઘાટન, આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ વગેરે કાર્યક્રમો યોજાશે.

- text

- text