વાંકાનેરના 26 અને મોરબીના 6 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો : 29 થાંભલા ધરાશાયી 

- text


પીજીવીસીએલની યુદ્ધના ધોરણે કામગીરી, ગણતરીના કલાકોમાં મોરબીના 8 ગામો અને વાંકાનેરમાં 11 ગામોમાં તો વીજપુરવઠો પૂર્વવત કરી દેવાયો

મોરબી : મોરબી અને વાંકાનેર પંથકમાં આજે ભારે પવન સાથે વરસાદને કારણે વીજતંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં હાલ વાંકાનેરના 26 અને મોરબીના 6 ગામોમાં વીજપુરવઠો ખોરવાયેલો છે. જેને પૂર્વવત કરવા ટિમો સતત કામગીરી કરી રહી છે.

મોરબીના સુપ્રીટેન્ડન્ટ એન્જીનિયર એસ.એચ. રાઠોડે જણાવ્યું કે ભારે પવન અને વરસાદને કારણે મોરબીમાં 19 વીજપોલ ડેમેજ થયા છે. કુલ 14 ગામોમાં વીજપુરવઠો ખોરવાય ગયો હતો. જેમાંથી 8 ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. જ્યારે બાકીના 6 ગામોમાં હાલ કામગીરી ચાલી રહી છે.

- text

આવી જ રીતે વાંકાનેરમાં 14 વીજપોલ ડેમેજ થયા છે. કુલ 37 ગામોમાં વીજપુરવઠો ખોરવાય ગયો હતો. જેમાંથી 11 ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. જ્યારે બાકીના 26 ગામોમાં હાલ કામગીરી ચાલી રહી છે. વધૂમાં તેઓએ ઉમેર્યું કે મોરબીમાં 12 ટિમો અને વાંકાનેરમાં 6 ટિમો હાલ ફિલ્ડ ઉપર વીજપુરવઠો કરવા સતત કામગીરી કરી રહી છે.

- text