માવઠાથી ખેડૂતોની માઠી : વાંકાનેર પંથકમાં જીરૂ, વરિયાળી, ડુંગળી અને સરગવાના પાકને નુકશાની !

- text


વરસાદ અને કરાને કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળવાની દેહશત 

વાંકાનેર : વાંકાનેર પંથકમાં વરસાદ, કરા અને ભારે પવનને કારણે ખેડૂતોને માઠી બેસી ગઈ છે. મોટાભાગના ગામોમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોએ દેહસત વ્યકત કરી છે.

વાંકાનેર પંથક માટે આજનો દિવસ ભારે રહ્યો છે. વાવાઝોડા સાથે વરસેલા કરાએ અનેક પ્રકારનું નુકસાન સર્જ્યું છે. જે અંગે રાજાવડલાના સરપંચ અને ખેડૂત અગ્રણી અકબરભાઈએ જણાવ્યું કે તાલુકાના મોટાભાગના ગામોમાં ભારે પવન સાથે કરા વરસ્યા હતા. જેને પરિણામે વરીયાળી, જીરૂ, ડુંગળી અને સરગવાના પાકનો સોથ વળી ગયો છે. આ ઉપરાંત પશુઓના ચારા માટે વાવેલ જુવાર- મકાઈનો પાકને પણ અસર થઈ છે.

- text

- text