હળવદ – વાંકાનેરમા અડધો ઇંચ, ટંકારા, મોરબી અને માળીયામાં ઝાપટા

- text


સવારથી બપોર 2 વાગ્યા સુધીમાં મોરબી, ટંકારામા માત્ર 3 મીમી અને માળીયામાં 2 મીમી

મોરબી : આજે સવારથી જામેલા કમોસમી વરસાદી માહોલમાં કરાની બઘડાછટી વચ્ચે મોરબી, માળીયા અને ટંકારામા માત્ર ઝાપટા રૂપી બેથી ત્રણ મિલિમિટર વરસાદ નોંધાયો છે જ્યારે હળવદ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ સતાવાર રીતે પડ્યો હોવાનું જાહેર કરાયુ છે

મોરબીમાં શિયાળાની ઋતુમાં પણ આજે ફ્લડ કંટ્રોલરૂમ ચાલુ રહ્યો છે સવારથી જામેલા મેઘાવી માહોલમાં આજે બપોરે બે વાગ્યા સુધીમાં ટંકારા અને મોરબીમાં ત્રણ ત્રણ મીલી મીટર, માળીયામા 2 મિલિમિટર અને હળવદમાં 14 મીમી તેમજ વાંકાનેરમાં 11 મીમી વરસાદ વરસ્યો હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text