ટંકારા પંથકમાં કમૌસમી વરસાદથી મગફળીના તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન !

- text


માવઠાથી ખેડૂતોને ફટકો : મોટી સંખ્યામાં ખેડૂતોએ અઠવાડિયા પૂર્વે જ વાવેતર કર્યું, તેઓને હવે ફરીથી વાવેતરનો ખર્ચ કરવો પડે તેવી દેહશત 

ટંકારા : ટંકારા પંથકમાં માવઠાને કારણે મગફળીના તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત જેઓએ શિયાળુ વાવેતર કર્યું હતું તે પણ નિષ્ફળ જવાની ખેડૂતોએ દેહશત વ્યકત કરી છે. આમ માવઠાથી ખેડૂતોને મોટો ફટકો પડયો છે.

ટંકારા પંથકમાં આજે ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. જેને કારણે સૌથી વધુ ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડૂત અગ્રણી ભરતભાઇ ભાલોડિયા અને હર્ષદભાઈ પટેલ સહિતનાએ જણાવ્યું કે ટંકારા, અમરાપર, ટોળ, સરાયા, સાવડી, સહિતના ગામોમાં મગફળીનો ખરીફ પાક જે તૈયાર હતો તેને લણવાની તૈયારી હતી. આ પાકને નુકસાન થયું છે.

- text

શિયાળુ પાકની અઠવાડિયા પહેલા જે વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી. તે નિષ્ફળ ગયો છે. તેનો ખર્ચો પણ માથે પડ્યો છે. હવે બીજી વખત ખર્ચો કરવો પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક ગામોમાં વીજપુરવઠો ખોરવાય ગયો છે.

- text